Manav Garima Yojana:- આ યોજના ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર ગુજરાત કે આર્થિક રીતે સામાજિક પછાત વર્ગ, અનુસૂચિ જાતિ અને અનુસૂચિ જનજાતિ ને રોજગાર આપવા શરૂ કરવામાં આવી છે.માનવ ગરિમા યોજના નો ઉદ્દેશ એ છે કે બેરોજગાર ને રોજગાર મળી શકે જેથી તે તેના પરિવાર સાથે આનંદથી રહી શકે.આ યોજના ની સંપૂર્ણં માહિતી જાણવા માટે આ લેખ ને છેલ્લે સુધી વાંચો.
માનવ ગરિમા યોજના શું છે ?
આ યોજના ગુજરાત માં પછાત વર્ગ, ઓબીસી(OBC), ST ,SC, માં આવનારી જાતિ માટે સરકાર દ્વારા રોજગાર માટે આર્થિક સહાય આપવમાં આવશે. જેમાં આ આર્થિક સહાય ફક્ત નાનો ધંધો અથવા ગૃહ ઉદ્યોગ માં લગતી સાધન સામગ્રી વસાવા માટે સરકાર રૂપિયા 4000/- ની આર્થિક સહાય કરેગી . Manav Garima Yojana સહાય થી બેરોજગાર વ્યકતિ પોતાનો નાનો ધંધો શરૂ કરી શકે અને પૈસા કમાઈ શકે.આ યોજના ગ્રામીણ અને શહેર બંને માટે છે.યોજના નો લાભ લેવા માટે અરજી કરવી જરૂરી છે જે નીચે આપે છે.
આ યોજના થી એ લોકો વધુ લાભ થશે જેને ધંધો કે કામ કરવું છે પણ આર્થિક રીતે પોચી શકે એમ નથી અને આ યોજના થી તે પોતાનો આઇડિયો કે વિચાર થી નવી તકો ઉભી કરી શકે છે.
Manav Garima Yojana 2023
દેશ | ભારત |
યોજના | માનવ ગરિમા યોજના (Manav Garima Yojana) |
મંત્રાલય | ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ |
દ્વારા જાહેરાત કરવામાં આવી હતી | ગુજરાત સરકાર |
લાભો | 4 હજાર રૂપિયા સુધીના સાધનો લાભાર્થીઓને પ્રદાન કરવા. |
લાભાર્થી | રાજ્યની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના નાગરિકો |
સત્તાવાર વેબસાઇટ | sje.gujarat.gov.in |
માનવ ગરિમા યોજના ના લાભો
- યોજના થી પછાત વર્ગ, ઓબીસી(OBC), ST ,SC, માં આવનારી જાતિ ને પોતાનો ધંધો શરૂ કરવા માટે મદદ મળશે.
- આ યોજના હેઠળ લાભાર્થીઓને વ્યવસાય માં જરૂરી સાધન/સામગ્રી માટે ગુજરાત સરકાર નાણાકીય મદદ આપશે.
- માનવ ગરિમા યોજના હેઠળ લાભાર્થી ને 4000/- રૂપિયા ની સહાય મળશે.
- આ યોજના વંચાતમાં આવેલી વ્યકતિઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સહાય આપે છે.
Manav Garima Yojana ની માન્યતા અને શરતે
- માનવ ગરિમા યોજના માટે માત્ર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસીઓ જ અરજી કરવા પાત્ર હશે.
- આ યોજના માટે ફક્ત પછાત વર્ગ, ઓબીસી(OBC), ST ,SC માં આવનારી જાતિ માટે માન્ય રહેશે.
- આ યોજના માટે અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારના લાભાર્થી ની વાર્ષિક આવક 47 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- આ યોજના માટે અરજી કરવા માટે શહેરી વિસ્તારના લાભાર્થી ની વાર્ષિક આવક 60 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
- અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
માનવ ગરિમા યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- આય પ્રમાણીપત્ર
- BPL પ્રમાણપત્ર
- મકાન મળતા પ્રમાણેપત્ર
- બેંક પાસબુક વિગતો
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
Manav Garima Yojana Registration
- સૌ પ્રથમ અરજદારે અધિકારી વિભાગની સત્તાવાર https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઇટ પર જવું પડશે.
- અહીં હોમ પેજ પર તમને Register Yourself નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, નવા પેજ પર નોંધણી ફોર્મ ખુલશે તેમાં હવે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી જેમ કે તમારું નામ, લિંગ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
- આ પછી, નોંધણીની પુષ્ટિ કરતા પહેલા બધી વિગતો કાળજીપૂર્વક તપાસો.
- હવે કન્ફર્મ બટન પર ક્લિક કર્યા પછી, તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે.
- જે પછી તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ઈમેલ આઈડી અને પાસવર્ડ મળશે.
ગુજરાત માનવ ગરિમા યોજના ઓનલાઈન અરજી
- સૌ પ્રથમ અરજદારે અધિકારી વિભાગની સત્તાવાર https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઇટ પર જવું પડશે.
- અહીં હોમ પેજ પર, તમારે સિટીઝન લોગિન વિભાગમાં યુઝર આઈડી, પાસવર્ડ અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- આ પછી લોગિન પર ક્લિક કરીને,હવે તમારી સ્ક્રીન પર આગળનું પેજ ખુલશે, જેમાં તમારે પૂછવામાં આવેલી તમામ માહિતી દાખલ કરવી પડશે અને તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે..
- આ પછી તમારે અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, અહીં તમારે માનવ ગરિમા યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, આગલા પૃષ્ઠ પર તમને માનવ ગરિમા યોજના સંબંધિત માર્ગદર્શિકા આપવામાં આવશે, અરજી કરતા પહેલા તેને કાળજીપૂર્વક વાંચો.
- બધી સૂચનાઓ વાંચ્યા પછી, તમારે OK બટન પર ક્લિક કરવું પડશે.
- હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે, તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- ઉપરાંત, તમારે ફોર્મમાં પૂછવામાં આવેલા તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
- જે બાદ તમારે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
- આ રીતે તમારી Manav Garima Yojana ની અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.
Manav Garima Yojana હેઠળ કુલ 28 પ્રકાર ના વ્યવસાય ની યાદી(List)
વ્યવસાય ની યાદી | વ્યવસાય ની યાદી |
---|---|
ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ | વાહન સર્વિસીંગ અને રીપેરીંગ |
કડીયાકામ | દરજીકામ |
મોચીકામ | દુધ-દહી વેચનાર |
ભરતકામ | સેન્ટીંગ કામ |
કુંભારીકામ | વિવિધ પ્રકારની ફેરી |
પ્લમ્બર | બ્યુટી પાર્લર |
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ | સુથારીકામ |
ધોબીકામ | સાવરણી સુપડા બનાવનાર |
પાપડ બનાવટ | માછલી વેચનાર |
ફ્લોર મીલ | અથાણા બનાવટ |
ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ | પંચર કીટ |
હેર કટીંગ (વાળંદ કામ) | મસાલા મીલ |
મોબાઇલ રીપેરીંગ |
FAQs
1. માનવ ગરિમા યોજના કેવી રીતે અરજી કરી શકાય છે ?
Ans. આ યોજના માટે online અરજી કરી શકાય છે અને offline પણ કરી શકાય છે.
2. Manav Garima Yojana અંતર્ગત કેટલા પ્રકારની સહાય મળે છે?
Ans. યોજના અંતર્ગત આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સહાય મળે છે.
3. માનવ ગરિમા યોજના હેઠળ કેટલી આર્થિક સહાય મળશે ?
Ans. યોજના હેઠળ રૂપિયા 4000/- ની સાધન સામગ્રી માટે આર્થિક સહાય મળશે.
આ આર્ટિકલમાં અમે તમને આપને Manav Garima Yojana માહિતી આપી, જે ફક્ત માહિતી આપવા ના હેતુ માટે આ લેખ લખેલ છે. વધુ માહિતી માટે અધિકારી website માં જાવ.